Cotton Price: ગુજરાત રાજ્યમાં કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ દર વર્ષે થતી સમસ્યાઓમાની એક છે. મોટેભાગે એવુ બનતુ હોય છે કે ખેડૂતને વાવેતરમાં થતો ખુબ જ વધારે ખર્ચ થતો હોય છે કે સામે પક્ષે ખેડૂતને પોતાના પાકનો પૂરતો ભાવ મળતો નથી. આ વર્ષે પણ એવી જ સ્થિતિ થઈ છે. ગયા વર્ષે જે કપાસના ભાવ (Cotton Price) 1500 થી 1600 રૂપિયા હતા. તે કપાસના ભાવ આ વર્ષે મણદીઠ 1300 થી 1400 રૂપિયા જ મળે છે. વધારે દુખની વાત એ છે કે ખેડૂતોને તમના સારી ગુણવત્તાના કપાસના પણ 1300 થી 1400 રૂપિયા જેટલા (Cotton Price)ભાવ મળે છે. વરસાદ અને વાવાઝોડા ઉપરાંત અન્ય પરિબળો પણ છે કે જેના કારણે ખેડૂતોને કપાસના પુરતા ભાવ નથી મળી રહ્યા.
- ખેડૂતોને કપાસના ભાવ નથી મળી રહ્યા
- ખેડૂતોને સારી ગુણવત્તાના કપાસના પણ ઓછા ભાવ મળી રહ્યા છે
- કેટલીક જગ્યાએ માર્કેટયાર્ડમાં હોબાળાના બનાવ પણ સામે આવ્યા છે
કપાસની માગ અને પુરવઠાનું સંતુલન ખોરવાયું છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કપાસનુ ઉત્પાદન વધ્યું છે તેનાથી બીજા દેશમાંથી કપાસની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. તેના માટે અનેક કારણો છે પણ વધુ ભાવની આશા રાખીને બેઠેલા રાજ્યના તમામ ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ (Cotton Price) નથી મળતા તે હાલ દીવા જેવી હકીકત છે. ગયા વર્ષે જે મણદીઠ કપાસનો ભાવ 2 હજાર રૂપિયાથી વધુ હતો. તે ભાવ આ વર્ષે તળિયે કેમ બેસી ગયો. આ માટે ગુજરાત સરકારે આયાત-નિકાસ અંગે કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવાની જરૂર છે કે કેમ. ખેડૂતોએ પણ વધુ ભાવની આશા રાખવાની જગ્યાએ પોતાના પાકના યોગ્ય ભાવને ઓળખવો જરૂરી છે.
Cotton Price: અત્યારે કપાસના ભાવની સ્થિતિ શું છે?
1 મણનો ભાવ | |
ગયા વર્ષેનો કપાસનો ભાવ | 1600 થી 1800 રૂપિયા (મણદિઠ) |
ચાલુ વર્ષેનો કપાસનો ભાવ | 1300 થી 1400 રૂપિયા (મણદિઠ) |
કપાસના ઓછા ભાવનું કારણ શું છે?
- ગુજરાત રાજ્યમા વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. તેમજ અનેક જગ્યાએ કપાસમાં રોગ પણ લાગુ પડ્યો. પાકને નુકસાનથી તેના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજા દેશમાં પણ કપાસનું પુષ્કળ પ્રમાણમા ઉત્પાદન થયું છે. ચીનમાં સસ્તા ભાવે કપાસનું વેચાણ કર્યું છે.
આ પણ વાંચો: આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે મોટું કારણ?
ખેડૂતો પોતાનો ખર્ચ કેમ નિકાળશે?
1 વીઘા કપાસમાં ઉતારો | 20 મણ |
1 થેલી DAP ખાતરનો ખર્ચ | આશરે 1300 રૂપિયા |
1 વીઘામાં દવા અને બિયારણનો ખર્ચ | આશરે 300 રૂપિયા |
વિણાટ કામનો મણદીઠ 1 વ્યક્તિનો ખર્ચ | આશરે 200 રૂપિયા |
કપાસને ખેતરથી યાર્ડમા લઈ જવાનું ભાડું | આશરે 225 રૂપિયા |
યુરિયા ખાતરની 1 થેલી | 600 રૂપિયા સિઝનમાં 3 થેલી નાંખવી પડે |
4 માણસની મજૂરી | પ્રતિ દિવસ 2000 રૂપિયા 4 મહિના સુધી કામ ચાલે |
મણના 1400 રૂપિયા લેખે આવક | 20 મણના 28000 |