Check Your EPF Balance: સરકારે આપી દિવાળીની ભેટ, તમારા PFમાં કેટલું વ્યાજ આવ્યું? બેલેન્સ ચેક એકદમ સરળ રીતે

Check Your EPF Balance: કેન્દ્ર સરકારે સંગઠિત ક્ષેત્રના તમામ કર્મચારીઓને આ દિવાળી પર મોટી ભેટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ EPF તમામ ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે PF પર 8.15 ટકા વ્યાજ નક્કી કર્યું છે. પીઆઈબી દ્વારા ઈપીએફ પર વ્યાજને લઈને એક પ્રેસ બહાર પાડવામા આવ્યો છે, જેમાં આપણા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ છે કે ઈપીએફઓ ટેક્નોલોજી કેન્દ્રીય સંસ્થા બની રહી છે. તેમણે વ્યાજની સમયસર ક્રેડિટ પર પણ સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે 24 કરોડથી વધુ લોકોના ખાતામાં વ્યાજ જમા થઈ ગયું છે. Check Your Epf Balance તમે તમારુ EPF બેલેન્સ કેવી રીતે ચેક કરશો આવો જાણીયે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • EPFO દ્વારા વ્યાજ જમા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે
  • તમે EPFO મોબાઈલ પર ઉમંગ એપ, મિડ કોલ અને SMS દ્વારા સરળતાથી બેલેન્સ જાણી શકો છો.

How to Check Your Epf Balance?

  • તમારા EPF ખાતામાં વ્યાજ જમા થયા બાદ, તેની રકમ તમારા પાસબુકમાં દેખાશે. તમે મેસેજ, મિસકોલ, તેમજ ઉમંગ એપ દ્વારા અને EPFO ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.

ઉમંગ એપ દ્વારા EPF બેલેન્સ કેવી રીતે ચેક કરશો?

  • ઉમંગ એપ દ્રારા (Check Your Epf Balance) માટે સૌ પ્રથમ તમે ઉમંગ એપ ડાઉનલોડ કરો. ત્યારપછી નોંધણી કરો અને EPFO સેવાઓ પર જાઓ. ત્યારબાદ ‘જુઓ પાસબુક’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ‘કર્મચારી-કેન્દ્રિત સેવા’ પર ક્લિક કરો.
  • આ પછી એક નવું પેજ ખુલશે.
  • અહીં તમારે EPFO સાથે નોંધાયેલા તમારો મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
  • આ પછી તમે EPFO બેલેન્સની માહિતી ખુલશે.

આ પણ વાંચો: શું તમારો CIBIL સ્કોર ખરાબ છે અને લોન નથી મળતી તો જાણો ? અને સુધારો તમારો CIBIL સ્કોર

EPFO પોર્ટલ પર EPF બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ તમે EPFO ની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ, ‘અમારી સેવાઓ’ પર જાઓ અને ‘કર્મચારીઓ માટે’ પર ક્લિક કરો.
  • હવે સેવાઓ પર જાઓ અને ‘મેમ્બર પાસબુક’ પર ક્લિક કરો.
  • અહીં તમારે EPFO સાથે નોંધાયેલા તમારો મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
  • આ પછી તમે EPFO બેલેન્સની માહિતી ખુલશે.

અગત્યની લિંક

સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો

એસએમએસ દ્વારા EPF બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

  • એસએમએસ દ્વારા (Check Your Epf Balance) માટે સો પ્રથમ તમારે UAN માં નોંધાયેલા મોબાઇલમાંથી EPFOHO UAN ENG ટાઇપ કરો. ત્યારબાદ તમારું EPF બેલેન્સ તમારા મોબાઇલ પર આવશે. તમને જણાવી દઈએ કે MMS માં ENG નો અર્થ ‘અંગ્રેજી’ થાય છે. તમારે અન્ય ભાષામાં માહિતી મેળવવી માટે તેનો કોડ દાખલ કરવો પડશે.

મિસ્ડ કોલ દ્વારા EPF બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

  • મિસ્ડ કોલ દ્વારા EPF બેલેન્સ જાણવા માટે, તમારે UAN માં નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.