Voice Clarity Tips: મિત્રો આજકાલ ટેકનોલોજીના યુગમા અને અનલીમીટેડ ફ્રી કોલીંગના યુગમા આપણે મોટાભાગના કામ ફોન ઉપર જ પતાવતા હોઈએ છીએ. એમા પણ કોલીંગ ફ્રી હોવાથી આપણે લાંબા સમય સુધી વાતો કરવુ શક્ય બન્યુ છે. પરંતુ ઘણી વાર ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો. તો તમે અમુક ટીપ્સ ફોલો કરીને તમારા ફોનની વોઈસ કલીયારીટી (Voice Clarity Tips) સુધારી શકો છો.
Voice Clarity Tips
- જો તમારા ફોનમાંથી અવાજ કલીયરના આવતો હોય તો આપણે તરત ફોન લઈને સર્વિસ સેન્ટર પર જઈએ છીએ. પરંતુ હવે તમે આ કામ ઘરે બેઠા પણ કરી શકો છો. આજે અમે તમને અમુક મહત્વની ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમે તમારા સ્માર્ટ ફોનની વોઈસ કલીયારીટીમા સુધારો આવશે.
Microphone, Earphone સાફ કરો
- જો તમારા ફોનમાં વાત કરતી વખતે સામેવાળાનો અવાજ ચોખ્ખો ન આવતો હોય તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ને લગતો ઈશ્યુ હોવાની સંભાવના વધારે રહે છે. ઘણી વખત તેમાં ધુળ, કચરો ભરાઈ જતો હોય છે. જેનાથી વાત કરતી વખતે તમને સામેવાળાનો અવાજ ચોખ્ખો આવતો નથી. તેના માટે તમે ટૂથ બ્રશ જેવી વસ્તુથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને વ્યવસ્થિત સાફ કરી દો. આમ કરવાથી તેમા રહેલી ધુળ નીકળી જશે અને વોઈસ (Voice Clarity Tips)કવોલિટી સારી થઈ જશે.
VoLTE કરો Active
- તમારા ફોનની વોઈસ કલીયારીટી સુધારવા ફોનના સેટીંગ્સમા (Voice Clarity Tips) અમુક ફેરફાર કરવાના ઉપાયો પણ કરી શકશો.
- સ્માર્ટ ફોનમાં High Quality calling ની સુવિધા આપવામાં આવે છે.તેને HD વોઈસ calling અથવા VoLTE કહેવાય છે. આ સેટીંગ ચાલુ કરવાથી calling ની વોઈસ કલીયારીટી સારી થઈ જશે. આજ-કાલ નવા ફોન મોડેલ્સમા ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ આપવામા આવતુ હોય છે.
Wi-Fi Calling
- કોલ દરમિયાન અવાજ ક્લિયરના આવતો હોય તો Wi-Fi Calling એક સારો વિકલ્પ છે. જ્યારે તમારા ફોનમા નેટવર્ક સિગ્નલ ઓછું પકડાતું હોય ત્યારે તમે Wi-Fi Calling નો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કને કારણે સામેવાળાનો અવાજ સ્પષ્ટ નથી આવતો. આ કરવાથી વોઈસ કવોલિટી સારી થાય છે.
HD Calling
- જો તમે કોઈ જુનો કોઈ ફોન વાપરી કરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આ સેટીગ્સ ઓન કરવાની રીત પૂછો જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરવાથી કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.
આ પણ વાંચો: WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, નહીં મળે આ સુવિધા, ડિસેમ્બર 2023થી થશે લાગુ
આ App ટ્રાય કરો
- જો તમે આ બધા ઉપાયોનો ઉપયોગ કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger જેવી એપનો ઉપયોગ કરો. આ એપ.થી કોલીંગ કરવાથી સ્ટાન્ડર્ડ વોઈસ કલીયારીટી મળે છે. ઉપરાંત તમારા સ્પીકરની ધૂલ કચરો વગેરેથી હંમેશા રક્ષણ કરવુ જોઇએ.
- ઉપર મુજબના ઉપાયો કર્યા બાદ પણ જો તમારા ફોનમા વોઇસ ક્લીયર ન આવતો હોય તો ફોન ના સર્વીસ સેંટર પર ફોન બતાવી જો કોઇ ખામી હોય તો રીપેર કરાવવો જોઇએ. Voice Clarity મુખ્યત્વે ફોન સાઉન્ડ સ્પીકરની ક્વોલીટી પર આધાર રાખે છે. આ ઉપરાંત ઘણી વખત આપણા ફોનમા અથવા સામેના ફોનમા નેટવર્ક ઓછુ આવતુ હોય તો પણ વોઈસ કલીયર સંભળાતો નથી.