Bank Loan: લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો

Bank Loan: જો તમે પણ લોન લેવાનું (Bank Loan)વિચારી રહ્યા છો અથવા તમારે પૈસાની જરૂર છે, તો હવે તમારે મુંઝાવાની જરૂર નથી. લોકોને જ્યારે પણ કોઇ સમસ્યા આવે છે, ત્યારે લોકો પહેલાં લોન લેવાનું વિચારે છે. પરંતુ લોકો બેંકમાંથી જ લોન લઇ શકાય તેમ સમજે છે. હવે તમે તમારા ખિસ્સા પર ઓછો બોજ પડે તેવી લોન પણ લઇ શકો છો. જો તમે પર્સનલ લોન લો છો તો તેના વ્યાજ દરો ઘણા ઊંચા હોય છે, જેના કારણે તમારે ભારે વ્યાજ ચૂકવવું પડે છે. પરંતુ હવે તમે ગોલ્ડ લોન, એફડી લોન અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામે પણ લોન લઈ શકો છો. આ બધી લોનમા વ્યાજ દર અન્ય લોનની સરખામણીમાં ઘણાં ઓછા હોય છે. ચાલો આ લેખમા વિગતવાર માહિતી જાણીયે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

FD લોન – લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો

શું તમે જાણો છો તમારા દ્વારા કરવામાં આવેલી FD પર હવે તમે લોન લઇ શકો છો. જો તમે કોઈપણ બેંકમાં એફડી કરાવેલી છે, તો તમે તેના પર પર્સનલ લોનને બદલે લોન લઈ શકો છો. તમે તમારી બેંક એફડીના કુલ કિંમતના લગભગ 90થી 95 ટકા લોનના રૂપમાં મેળવી શકો છો. આ લોન લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી નથી આપવાની. આના પર વ્યાજ દર FD પરના વ્યાજ કરતા 1થી 2 ટકા વધુ છે.તેથી તે પર્સનલ લોનથી ઘણુ સસ્તુ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ Bank Loan

Public Provident Fundમાં જો તમે તમારા પૈસા રોકેલા છે તો તમે તમારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામે પણ લોન લઈ શકો છો. જો તમે PPFમાં પૈસા રોકેલા છે તો તમે તેનો લાભ લઈ શકશો. તેના માટે તમારું PPF ખાતું લગભગ 1 વર્ષ જૂનું હોવું જરુરી છે. તમારા ખાતામાં જેટલા રુપિયા જમા હશે તેના આધારે તમને લોન મળી શકે છે. હાલમાં PPF પર વ્યાજ દર 7.1 ટકા છે. તે જ સમયે, લોન પર 8.1 ટકાના વ્યાજ દર છે.

આ પણ વાંચો: SEBIના નવા કરારના કારણે રોકાણકારો માટે શેરબજારની રમવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે

ગોલ્ડ લોન- લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો

જો તમારી FD નથી અને તમે PPF ખાતું પણ ખોલાવેલ નથી તો (Bank Loan)ગોલ્ડ લોન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે પર્સનલ લોનને બદલે ગોલ્ડ લોન પણ લઈ શકો છો. સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઈટ મુજબ તમે 3 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈપણ પ્રોસેસિંગ ફી ચૂકવ્યા વગર લઈ શકશો. ગોલ્ડ લોન ને ખુબજ સુરક્ષિત ગણવામાં આવે છે. જેમાં તમે તમારા ગોલ્ડ, સોનાના દાગીના સામે લોન લઇ શકો છો.