Apply for Pan card: પાનકાર્ડએ આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંકથી લઈને, ઇન્કમ ટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડની જરુર આપણને પડતી હોય છે. પાનકાર્ડ વગર ઘણાબધા નાણાકીય વ્યવહારો પણ અટકી જાય છે. હાલમાં ભારત સરકાર દ્રારા એક સુવિધા શરું કરવામાં આવી છે જેમાં આધાર કાર્ડથી માત્ર 10 જ મિનિટમાં ઓનલાઈન પાનકાર્ડ કઢાવી શકાય છે. Apply for Pan card.
Apply for Pan card (પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં)
- લેખનુ નામ પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
- ઓર્ગેનાઈઝેશન ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ
- પ્રકાર દસ્તાવેજ
- સત્તાવાર વેબ સાઈટ incometax.gov.in
- સુવિધા ઓનલાઈન (Apply for Pan card)
ઓનલાઇન ઘરે બેઠા મેળવો તમારું PAN Card (Apply for PAN)
- આપના દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવાર 28 મે 2020 ના રોજ સત્તાવાર રીતે જાહેર કર્યુ કે તમારા આધાર કાર્ડ આધારિત ઇ-કેવાયસી સેવા (ઇન્સ્ટન્ટ PAN માટે આધાર આધારિત ઇ-KYC સેવા)ની શરૂઆત કરી છે. આ સેવાની મદથી પાન કાર્ડ મેળવવું ખૂબ જ સરળ થઈ ગયું છે, તો, ચાલો જાણીએ “દસ મિનિટમાં પાનકાર્ડ ઘરેબેઠા કઈ રીતે બનાવવું?” તેના વિશે વિગતવાર માહિતી આ લેખમા મેળવીએ.
- ઘરે બેઠા મેળવો તમારું PAN Card કેન્દ્રીય બજેટ 2020 માં, આપના દેશના નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ટૂંક સમયમાં તાત્કાલિક Apply for Pan card સુવિધા શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. જો તમારી પાસે ફક્ત આધાર કાર્ડ છે તેમજ તમારો મોબાઈલ નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ડેટાબેઝમાં નોંધાયેલ છે તો તમે સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકશો.
- CBDT દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.આ યોજનાને e-PAN નામ આપવામાં આવેલ છે. આ સુવિધા હેઠળ હવે તમે કોઈપણ ફી વિના તમારો ઈલેક્ટ્રોનિક PAN નંબર મફતમાં મેળવી શકશો. આવકવેરા વિભાગે આ યોજનાની શરૂઆત 12 ફેબ્રુઆરી 2020 ના રોજ કરી હતી, પરંતુ હવે નાણાં મંત્રાલયની મંજૂરી પછી, તે બધા માટે શરૂ કરવામાં આવી છે.
PAN Card શું છે?
- પાનકાર્ડએ આપણો એક અગત્યોનો પુરાવો છે પાનકાર્ડનો ઉપયોગ આપડે બેંક, રીટર્ન ફાઈલ, લોન વગેરે સેવાઓ માટે ઉપયોગી છે.. PAN Cardમાં 10 અંકનો આલ્ફાન્યુમેરિક નંબર હોય છે. જે આવકવેરા વિભાગ દ્રારા આપણને આપવામા આવે છે. પાનકાર્ડ ભારતમાં આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ લેમિનેટ કાર્ડ વડે બનાવવામાં આવે છે. જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.
e-PAN Card માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? (Apply for Pan card)
- સૌપ્રથમ તમે આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ-> incometaxindiaefiling.gov.in
- ત્યારબાદ Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.
- Get New e-PAN (Apply for Pan card) બટન પર ક્લિક કરો.
- તેમા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખો અને Continue બટન પર ક્લિક કરો.
- OTP Validation બોક્સ ખુલશે જેમાં સુચના વાંચી ટીક માર્ક કરી Continue બટન પર ક્લિક કરો.
- આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર કરેલા તમારા મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક કરી Continue
- આવેલ OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
- સાચો OTP દાખલ કરવા માટે 3 પ્રયાસો તમને મળશે
- તમારી સ્ક્રીન પર OTP સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવશે કે OTP ક્યારે સમાપ્ત થશે.
- OTP ફરીથી મોકલો તેના ઉપર ક્લિક કરવાથી, એક નવો OTP જનરેટ થશે અને તમારા નંબર ઉપર મોકલવામાં આવશે.
- Validate Aadhaar Details બોક્સ ખુલશે જેમાં માહિતી ચેક કરો અને કંડીશન સ્વીકારો અને ટીક માર્ક કરી Continue.
- ઇમેઇલ ID (તમારા આધાર સાથે નોંધાયેલ) લિંક કરવું / માન્ય કરવું વૈકલ્પિક છે.
- જો તમે આધારમાં તમારું ઈમેલ આઈડી અપડેટ કર્યું છે પરંતુ તે માન્ય નથી થયું, તો ઈમેલને માન્ય કરો પર ક્લિક કરો.
- વેલિડેટ ઈમેઈલ આઈડી પેજ પર, આધાર સાથે લિંક કરેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
- જો તમે આધારમાં તમારું ઈમેલ આઈડી અપડેટ કર્યું નથી, તો લિંક ઈમેલ આઈડી પર ક્લિક કરો. વેલિડેટ ઈમેઈલ આઈડી પેજ પર, આધાર સાથે લિંક કરેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
- Select & Update PAN Details બોક્સ ખુલશે જેમાં Successfully e-PANનો મેસેજ ડિસ્પ્લે થશે.
- મોબાઈલ પર SMS દ્વારા માહિતી આપવામાં આવી હશે જે સાચવીને રાખવી.
PAN Cardનો ઉપયોગ (Apply for Pan card)
- પાનકાર્ડમાં આપણો નામ, ફોટો અને સહી વગેરે માહિતી હોય છે તેથી પાનકાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરી શકાય છે.
- પાનકાર્ડનો મુખ્ય ઉપયોગ આવકવેરો ભરવા માટે થાય છે. Apply for Pan card, પાનકાર્ડમાં દર્શાવેલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડવામાં આવે છે જેના વડે તમારી તમામ લેવડ-દેવડની નોધ રાખી શકાય અને કર ચોરી અટકાવી શકાય છે.
- પાનકાર્ડનો ઉપયોગથી તમે બીજા ઘણાબધા વ્યવહારો પણ કરી શકો છો જેમકે નોકરી કરતા વ્યક્તિનો પગાર 50 હજારથી વધુ હોય તે સમયે પાનકાર્ડ જરૂરી બને છે કારણ કે પગાર ડાયરેક્ટ બેંકમાં જ જમા કરવામા આવે છે.
- અત્યારે તમામ બેન્કોમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ પણ માંગવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમારા વ્યવહાર 50 હજારથી વધે તે સમયે કોઈ તકલીફ ન પડે.
- જો તમારે મકાન બનાવવા માટે, પ્રોપર્ટી ખરીદવા કે વેંચતી વખતે પાનકાર્ડને એક મહત્વનો પુરાવો ગણવામાં આવે છે.
- બેંકમાં લોન લેતી વખતે પણ પાનકાર્ડનો એક મહત્વનો પુરાવો ગણવામા આવે છે.
- જો તમે NRI છો તો તમે સરળતાથી પાનકાર્ડની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો.
e-PAN Card ડાઉનલોડ કઈ રીતે કરવું?
- સૌપ્રથમ તમે આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓ-> incometaxindiaefiling.gov.in
- ત્યારબાદ Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે Check Status / Download PAN બોક્સમાં Continue બટન ઉપર ક્લિક કરો.
- તેમા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખો અને Continue બટન પર ક્લિક કરો.
- આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર કરેલા તમારા મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક કરી Continue
- આવેલ OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
- સાચો OTP દાખલ કરવા માટે 3 પ્રયાસો તમને મળશે
- તમારી સ્ક્રીન પર OTP સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવશે કે OTP ક્યારે સમાપ્ત થશે.
- OTP ફરીથી મોકલો તેના ઉપર ક્લિક કરવાથી, એક નવો OTP જનરેટ થશે અને તમારા નંબર ઉપર મોકલવામાં આવશે.
- હાલના પાનકાર્ડનું સ્ટેટ્સ દેખાડશે. પાનકાર્ડ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો
Apply for Pan card Link | અહિયાં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ | અહિયાં ક્લિક કરો |
e-PAN Card શુ છે?
- e-PAN Cardએ ડિજિટલી હસ્તાક્ષરિત પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ (પાનકાર્ડ) છે તે આવકવેરા વિભાગ વડે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં મંજુર કરવામાં આવે છે.
PAN Cardનું પૂરું નામ શું છે?
- PAN Cardનું પૂરું નામ છે – Permanent Account Number
મોબાઈલથી પાનકાર્ડ કેવી રીતે બનાવવું?
- આધાર આધારિત ઇ-કેવાયસી સેવા દ્વારા ઇન્સ્ટન્ટ PAN સુવિધા શરૂ કરવામાં આવેલી છે, અરજદાર તેની મદદથી આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટની પર જઈને ઉપર આપેલા સરળ પગલાઓ વડે ઇલેક્ટ્રોનિક PAN (e-PAN)ની નોંધણી કરાવી શકે છે. મોબાઇલ અથવાતો કમ્પ્યુટર થી પણ પાનકાર્ડ બનાવી શકાય છે.
પાનકાર્ડ ખોવાઈ જાય તો બીજીવાર નવું પાનકાર્ડ બનાવી શકાય છે?
- ના! ભારત સરકાર વડે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, દરેક વ્યક્તિને ફક્ત એક જ પાન કાર્ડ આપવામાં આવે છે.Apply for Pan card જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.
એક દિવસમાં પાનકાર્ડ કેવી રીતે બનાવવું?
- હાલમાં શરૂ કરવામાં આવેલ આધાર આધારિત ઈ-કેવાયસી દ્વારા, તમને તરતજ પાન કાર્ડ મળશે, આ સુવિધા વડે તમે તમારો PAN માત્ર 10 મિનિટમાં મેળવી શકો છો.