Agriculture Minister Statement: દસક્રોઇ ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે
Agriculture Minister Statement
- માવઠાની આગાહીને લઇ કૃષિમંત્રીનું નિવેદન
- ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી: કૃષિમંત્રી
- ‘ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે’
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે જગતનો તાત ખેડૂત ચિંતિત બન્યો છે. તો બીજી તરફ માવઠાની આગાહીને લઇ રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે
દસક્રોઇ ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરની અછત મુદ્દે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે, DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.
ખેડુત મિત્રો માટે રાહતના સમાચાર
Raghavji Patel Statement: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે જગતનો તાત ખેડૂત ચિંતિત બન્યો છે. તો બીજી તરફ માવઠાની આગાહીને લઇ રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે
વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે તા. 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને કાલે તા, 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો: જાણો ગિરનારની લીલી પરિક્રમાનુ મહત્વ અને ઈતિહાસ વિશે
ખેડૂતોને સતર્ક કરાયા
આજે તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજ્કોટ, ડીસા સહિતના શહેરોમાં માવઠાની આગાહીને લઈ ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે