Aadhaar Card Update: કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન ફરીથી લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 14મી માર્ચ,2024 હતી, જોકે હવે તેને જૂન સુધી લંબાવવામાં આવી છે. 3 મહિના સુધી ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ તારીખ બાદ આધારને અપડેટ કરવાના સંજોગોમાં ફી લાગી શકે છે.
આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ છેલ્લી તારીખ 14મી માર્ચ,2024 હતી,3 મહિના સુધી ફ્રીમાં અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે- Aadhaar Card Update
સોશિયલ મીડિયા એક્સ પર UIDAI પોસ્ટ પ્રમાણે UIDAIએ ફ્રીમાં ઓનલાઈન દસ્તાવેજ અપલોડ સુવિધા 14 જૂન 2024 સુધી લંબાવી છે. એટલે કે કરોડો આધાર યુઝર્સ 14 જૂન 2024 સુધીમાં આધારને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે. આ અગાઉ તેઓ 14 માર્ચ 2024 હતી અને તે અગાઉ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઈન 14 ડિસેમ્બર,2023 હતી. આ ફ્રી સેવા માઈ આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. UIDAIએ કહ્યું છે કે એવા લોકોએ પોતાના આધારમાં દસ્તાવેજોને અપડેટ કરાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું – Aadhaar Card Update
- સૌથી પહેલા UIDAIની અધિકૃત વેબસાઈટ https://uidai.gov.in/પર લોગ ઈન કરો.
- હવે હોમપેજ પર માઈ આધાર પોર્ટલ પર જાઓ.
- આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર પર મળેલા OTPનો યુઝ કરી લોગ ઈન કરો.
- ત્યારબાદ પોતાના ડિટેલની તપાસ કરો અને જો ડિટેલ યોગ્ય છે તો યોગ્ય બોક્સ પર ટિક કરો.
- ડેમોગ્રાફિક માહિતી ખોટી મળવાના સંજોગોમાં ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ સિલેક્ટ કરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દો.
- જો દસ્તાવેજ JPEG, PNG અને PDF સ્વરૂપમાં અપલોડ કરી શકાય છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રી સેવા ફક્ત myAadhaar પોર્ટલ પર જ આપવામાં આવી રહી છે. જે લોકો આધાર અથવા CSC સેન્ટર્સ પર જઈને આ માહિતી અપલોડ કરવા ઈચ્છે છે તેઓ પોતાની માહિતીને અપડેટ કરવા માટે રૂપિયા 50 ચુકવણી કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે UIDAI નાગરિકોને તેમના ડેમોગ્રાફિક માહિતીને ફરીથી માન્ય કરવા માટે ઓળખનું પ્રમાણ પત્ર અને સરનામાના પ્રમાણપત્રના દસ્તાવેજ જમા કરાવવા કહે છે. જેથી લોકોને વધારે સારી સુવિધા મળી શકે.