Tilak Meaning: હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવવાનું મહત્ત્વ શું છે? જાણો વિગતવાર માહિતી

Tilak Meaning: હિન્દુ ધર્મ અનુસાર તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, એકાગ્રતામાં વધારો થાય છે. કેસરનું તિલક કરવાથી યશમાં વધારો થાય છે અને કાર્યો પુરા થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tilak Meaning: હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવવાનું મહત્ત્વ શું છે?

હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવ્યા વગર પૂજા કરવાથી તે પૂજાને પરિપૂર્ણ માનવામાં આવતી નથી. દરેક પૂજામા ભગવાનને ચંદન તેમજ કંકુથી તિલક કરવામાં આવતું હોય છે અને તે પછી ભક્ત તેના માથા પર તિલક લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તિલક કરવાનું મહત્ત્વ શું હોય છે અને પૂજા દરમિયાન કેમ તિલક કરવામાં આવે છે, આવો તેના મહત્ત્વ વિશે જાણીએ.

તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, મનની એકાગ્રતામાં વધારો થાય છે

હિન્દુ ધર્મ અનુસાર તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, મનની એકાગ્રતામાં વધારો થાય છે અને મન પણ શાંત થાય છે. એવું કહેવાય છે કે.. ચંદનનું તિલક કરવાથી એકાગ્રતા વધે છે. તો કંકુથી તિલક કરવાથી આકર્ષણ વધે છે તેમજ આળસ દૂર થાય છે.

આ પણ વાચો: ભવ્ય રામ મંદિર સાથે તમારો ફોટો બનાવો, અહીથી જાણો ફોટો કેવી રીતે બનવશો.

અષ્ટગંધનું તિલક કરવાથી વિદ્યા- બુદ્ધિની પ્રાપ્તિ થાય છે

કેસરનું તિલક કરવાથી યશમાં વધારો થાય છે તેમજ કાર્યો પુરા થાય છે. ગોરોચનનું તિલક કરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે. અષ્ટગંધનું તિલક કરવાથી વિદ્યા- બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

પોતાની જાતને અનામિકા આંગળીથી તેમજ અન્યને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે

હિન્દુ ધર્મમાં સ્નાન કર્યા વગર તિલક નથી કરવામાં આવતું. તેમજ પહેલા ભગવાનને તિલક કરવામાં આવે છે, અથવા તો ઈષ્ટદેવને તિલક કરવામાં આવે છે તે પછી જ સ્વયંને તિલક કરવામાં આવે છે. પોતાની જાતને અનામિકા આંગળીથી તેમજ અન્યને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે. તિલક સામાન્ય રીતે ચોખાના દાણા સાથે લગાવવામાં આવે છે. એવુ એટલા માટે કારણ કે, હિન્દુ ધર્મમાં ચોખાના દાણાને સકારાત્મકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.

વિજ્ઞાનીઓના મતે, માથા પર તિલક લગાવતી વખતે તે જગ્યા પર દબાવવાથી શરીરમાં લોહીના પ્રવાહનો સંચાર થાય છે. તેમજ એકાગ્રતા વધે છે કારણ કે શરીરને ઊર્જા આપતાં એક ચક્રમાંથી એક માનવામાં આવે છે.