7th pay commission News: કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા સમાચાર, પગારમાં થશે મોટો વધારો

7th pay commission News: કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું વર્ષ ખૂબ જ સફળ રહેવાનું છે. જો કર્મચારીઓને નવા વર્ષમાં મોંઘવારી ભથ્થા એટલે કે DAની ભેટ મળશે તો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) પણ વધવા જઈ રહ્યું છે. સાતમા પગાર પંચની ભલામણો મુજબ, અર્ધવાર્ષિક ધોરણે તમામ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. આ પહેલાનો વધારો જુલાઈ-ડિસેમ્બર અર્ધ વર્ષ માટે ઓક્ટોબર 2023માં કરવામાં આવ્યો હતો. આ વધારો 4 ટકા કરવામાં આવ્યો હતો. તેના લીધે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 42 ટકાથી વધી 46 ટકા થઈ ગયું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તે ક્યારે જાહેર કરવામાં આવશે

અત્યાર સુધીની પેટર્ન મુજબ, જાન્યુઆરી-જૂન 2024ના અર્ધ વર્ષ માટે મોંઘવારી ભથ્થામાં વધારો માર્ચ મહિનામા જાહેર થઈ શકે છે. અત્યારના માહોલ મુજબ એવું માનવામાં આવે છે કે સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરશે તેવુ અનુમાન છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 50 ટકા થઈ જશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના HRA પણ વધશે.

આ પણ વાંચો: ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર

7th pay commission News: HRA કેટલો વધશે?

7th pay commission News મુજબ, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા કે તેથી વધુ હોય ત્યારે HRAમાં સુધારો કરવો ફરજીયાત છે. HRA વધારવા માટે, શહેરોને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવેલા છે – X, Y અને Z. જો કર્મચારી X શ્રેણીના શહેરો અથવા નગરોમાં રહેતો હોય તો તેનો HRA 30 ટકા વધશે. તેવી જ રીતે, વાય કેટેગરી માટે એચઆરએ દર 20 ટકા વધશે અને ઝેડ શ્રેણી માટે તે 10 ટકા વધશે. હાલમાં, શહેરો/નગરો X,Y અને Zમાં રહેતા કર્મચારીઓને અનુક્રમે 27, 18 અને 9 ટકા HRA મળે છે. મતલબ કે એચઆરએ અને ડીએમાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે.